આજે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના આ ખાસ દિવસ નિમિતે જામનગરના એક દિવ્યાંગ શિક્ષક અને તેમના પત્નીની પ્રેમ કહાની અનોખી છે.
જામનગરમાં રહેતા હરીશભાઇ દિવ્યાંગ શિક્ષક છે જે અંધજન તાલીમ કેન્દ્રમાં કોમ્પ્યુટર ટીચર છે. અને પૂજા નામની યુવતી સાથે તેઓએ લગ્ન કરવા હતા પરંતુ પૂજાનો પરિવાર હરીશ ભાઈને સ્વીકારવા તૈયાર ન હતો કારણકે હરીશભાઇ દિવ્યાંગ હતા. પરંતુ પૂજાબેન અને હરીશભાઈ બન્ને એક બીજાને પ્રેમ કરતાં હોવાથી તેઓએ કોર્ટ મેરેજ કર્યા. આજે બંને યુગલ એક સફળ અને સુખી જીવન જીવી રહ્યા છે હાલ બંને એક બાળક પણ છે હરેશભાઈ પૂજા માટે કવિતાઓ લખે છે જ્યારે પૂજા ને પણ હરેશભાઈ ની કવિતાઓ ખૂબ જ પસંદ છે પૂજા નું કહેવું છે કે હું મારું આખું જીવન હરીશ ની આંખો બનીને વિતાવીશ.