Friday, October 18, 2024
Homeરાષ્ટ્રીયચોમાસું સત્રનો છેલ્લો દિવસ

ચોમાસું સત્રનો છેલ્લો દિવસ

- Advertisement -

સંસદનું ચોમાસુ સત્ર ત્રણ અઠવાડિયાના હોબાળા બાદ આજે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ વખતે સમગ્ર સત્ર દરમિયાન મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને હોબાળો થયો હતો. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગઈકાલે ઙખ મોદી પર અસંસદીય ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સરકાર સામે લાવવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગઈ હતી. આ સાથે જ લોકસભામાં હોબાળા થતા કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

- Advertisement -

સંસદના ચોમાસુ સત્રમાં મણીપુર મુદે લગભગ 16 દિવસ સુધી સરકાર અને વિપક્ષની ટકકર તથા કામકાજના દિવસો વેડફાયા બાદ છેલ્લા ત્રણ દિવસની અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાથી હવે શાસક-વિપક્ષ વચ્ચેની ‘ખાઈ’ વધુ પહોળી બની છે તેમાં આજે ચોમાસુ સત્રના અંતિમ દિને પણ જબરી ધાંધલ ધમાલના સંકેત છે તથા ખાસ કરીને ગઈકાલે જે રીતે અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચામાં વડાપ્રધાનના જવાબ બાદ ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને જે રીતે સંસદની કાર્યવાહીમાં વિધાન સર્જવા બદલ ગૃહમંત્રી સસ્પેન્ડ કરાયા તે અંગે હવે આજે કોંગ્રેસ પક્ષ ગૃહનું કામકાજ ખોરવે તેવા સંકેત છે. આજે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામન જીએસટી સુધારા વિધેયક રજુ કરશે તથા રાજયસભામાં ગઈકાલે

જે રીતે મુખ્ય ચુંટણી કમિશ્નર સહિતના ચુંટણી કમિશ્નરની નિયુક્તિમાં સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકાને રદ કરતો ખરડો રજુ કર્યો છે તે મુદે પણ વિપક્ષો સરકાર સામે મોરચો માંડશે. શ્રી અધિર રંજન ચૌધરીએ તેમના વકતવ્ય દરમ્યાન મહાભારત અને ધ્રુતરાષ્ટ્રનો ઉલ્લેખ કરીને તેને મણીપુરની સ્થિતિ તથા વડાપ્રધાનના વલણ સાથે સરખાવીને જબરો વિવાદ સર્જયો હતો અને હવે તે મામલે સંસદની વિશેષાધિકાર સમીતીને સોપાયા છે અને તે નિર્ણય ન લે ત્યાં સુધી અધિર રંજન લોકસભામાં હાજરી આપી શકશે નહી જો કે આજે સત્રનો અંતિમ દિવસ છે પણ વિશેષાધિકાર સમીતી નિર્ણય ન લે ત્યાં સુધી તમો ગૃહ સાથે જોડાયેલા કોઈ કામકાજમાં ભાગ લઈ શકશે નહી. કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સાંસદોની બેઠક બોલાવીને તેમાં હવે પક્ષનો વ્યુહ નિશ્ર્ચિત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular