આજની સવાર શહેરમાં મોસમની સૌથી ઠંડી સવાર રહી હતી. શહેરમાં આજે મોસમનું સૌથી નીચુ 8.2 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયું હતું. જેને કારણે શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠુઠવાઇ ગયા હતાં. કમોસમી વરસાદ બાદ ગઇકાલથી ફરીથી સમગ્ર રાજ્યમાં હાડ થિજાવતી ઠંડીની શરુઆત થઇ હતી. હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં આજે કોલ્ડવેવની અસર જણાઇ હતી. ગઇરાત્રીથી જ શહેરમાં બેઠા ઠારનો અનુભવ થવા લાગ્યો હતો. ઠંડીને કારણે લોકો ઘરમાં ભરાઇ જતાં માર્ગો સુમસામ થઇ ગયા હતાં. શહેરમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાઇ હતી. જ્યારે મહત્તમ તાપમાન 23.4 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 38 થી 70 ટકા જ્યારે પવનની ગતિ મંદ પડીને 5 થી 10 કિ.મી. રહી હતી.