Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજય સરકારે કર્મચારી-પેન્શનરોને રાજી કર્યા

રાજય સરકારે કર્મચારી-પેન્શનરોને રાજી કર્યા

મોંઘવારી ભથ્થાનું ત્રણ મહિનાનું બાકી એરિયર્સ ઓગષ્ટના પગાર સાથે ચૂકવાશે

- Advertisement -

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થના બાકી એરિયસનો લાભ આપવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જૂલાઇ 2019થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પેન્શનરોને 1 જુલાઇ 2019થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તારીખ 1 જુલાઇ 2019થી તા 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

તેમણે કહ્યું કે, સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરોને ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular