Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારસીક્કામાં બેકારીથી કંટાળીને શ્રમિક યુવકની આત્મહત્યા

સીક્કામાં બેકારીથી કંટાળીને શ્રમિક યુવકની આત્મહત્યા

મજૂરી કામમાં બે-અઢી માસથી બેકાર યુવકે જિંદગી ટૂંકાવી : બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામના કારાભુંગામાં રહેતાં અને મજુરીકામ કરતા યુવકે બે માસથી બેકારીના કારણે ચિંતામાં તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા કારાભુંગા વિસ્તારમાં આંબેડકર ચોકમાં રહેતા અજય લાલજીભાઈ પરમાર (ઉ.વ.21) નામનો યુવક મજૂરી કામ કરતો હતો પરંતુ છેલ્લાં બે-અઢી માસથી મજૂરી કામ મળતું ન હોવાથી ચિંતામાં રહેતો હતો અને અજયે મંગળવારે વહેલીસવારના સમયે તેના ઘરે પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અશોક દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular