જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં જે જે ટાવર 2 માં ફલેટ નંબર 503 માં રહેતાં પ્રૌઢાએ શનિવારે તેના ઘરે 35 વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 માં ક્રિષ્ના કોલોની શેરી નં. 4 માં આવેલા જે જે ટાવર 2 એપાર્ટમેન્ટના ફલેટ નં.503 માં રહેતાં લક્ષ્મીબેન જગદીશભાઇ ગોરી (ઉ.વ.53) નામના પ્રૌઢાને છેલ્લાં 35 વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીના કારણે નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતાં હતાં. સાડા ત્રણ દાયકાથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને શનિવારે બપોરના સમયે તેમના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ જગદીશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.