Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરધુનધોરાજીમાં એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધનો દવા પી આપઘાત

ધુનધોરાજીમાં એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધનો દવા પી આપઘાત

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ : વેલ્ડીંગ કામ કરતા સમયે વીજશોકથી યુવકનું મોત

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને એકલવાયા જીવનથી કંટાળી જઇ વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતાં યુવકને વેલ્ડીંગ કામ કરતા સમયે વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના વાડી વિસ્તારમાં આવેલી કુંભાભાઈની વાડીમાં મજુરી કામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ગેકાકુંડ ગામના વતની દિતુભાઈ તુલસીભાઇ અજનાર (ઉ.વ.62) નામના વૃદ્ધ એકલવાયા જીવનથી કંટાળી જતા ગત તા. 14 ના રોજ બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યા તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુમેરસીંગ દ્વારા જાણ કરાતા એએસઆઈ જી આઈ જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતો સીરાજભાઈ સલીમભાઈ સમા (ઉ.વ.18) નામનો યુવક ગત તા.18 ના રોજ બપોરના સમયે વેલ્ડીંગ કામ કરતો હતો તે દરમિયાન એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈકબાલ સમા દ્વારા જાણ કરાતા એએસઆઇ આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપસા હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular