જામજોધપુર ગામમાં ધ્રાફા રોડ પર ગાયત્રી મંદિરની બાજુમાં રહેતાં પટેલ આધેડે ટૂંકાગાળાની બીમારીથી કંટાળીને તેની દુકાનમાં જઇ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ધ્રાફા રોડ પર ગાયત્રી મંદિર પાસે રહેતાં દુકાનદાર શરદકુમાર ચંદુભાઈ ખાંટ (ઉ.વ.48) નામના આધેડે સોમવારે સાંજના સમયે તેની દુકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની પત્ની હિનાબેનના નિવેદન મુજબ મૃતકને ટૂંકાગાળાની થયેલી બીમારીથી જિંદગીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.