જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના વિસ્તારમાં રહેતાં પ્રૌઢે નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળીને તેના ઘરે મફલર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે ડો.દિનેશ પટેલના દવાખાનાની બાજુમાં રહેતાં ગિરધરભાઈ નાથુભાઈ મેઘાણી (ઉ.વ.58) નામના પ્રૌઢની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે બપોરના સમયે તેના ઘરે પંખાના હૂંકમાં મફલર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.