જામનગર શહેરના કસાઈવાડામાં રહેતી મહિલાને તેણીના પતિ અને સાસરીયાના અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળીને ધમકી આપતા યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં કાલાવડ નાકા બહાર કસાઇવાડામાં રહેતાં મુનીરાબેન સમીર સમા (ઉ.વ.22) નામની યુવતીને સાડા ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ સમીર રજાક સમા, સાસુ નસીમબેન રજાક સમા, નણંદ મહેનાજબેન ઉર્ફે ડીકી નામના ત્રણ સાસરિયાઓ અવાર-નવાર ઘર કામ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. તેમજ શનિવારે મહેસાણાના પુંજા સૈયદ અલીની દરગાહે જવાનું આયોજન કરતા હોય ત્યારે સાસુ અને નણંદે ઝઘડો કર્યો હતો. અને ફરવા જવાની બાબતે રવિવારે ફરીથી બોલાચાલી કરી ઝઘડો કરી પતાવી દેવાની ધમકી આપતા મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ ડી કે ચૌહાણ તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે આગળની તપાસ આરંભી હતી.