સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ, ધારાસભ્યો, મેયર, કલેકટર, કમિશનર, એસ.પી. સહિતના અધિકારીઓ -પદાધિકારીઓ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અન્વયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાખોટા તળાવ ગેઈટ નંબર 8 ખાતેથી પ્રારંભ થયો હતો. આ તિરંગા યાત્રામાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી. એન. મોદી, કલેકટર બી.કે. પંડયા, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજ્યસિંહ જેઠવા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ધિરેનભાઈ મોનાણી, પાર્થ જેઠવા, ગોપાલભાઈ સોરઠીયા સહિતના મહાનુભાવો તેમજ વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાનો, એનસીસી કેડેટ્સ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.