Saturday, December 27, 2025
Homeરાજ્યગુજરાતદક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં થંડર સ્ટોર્મની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં થંડર સ્ટોર્મની આગાહી

ચોમાસું કેરળથી આગળ વધીને કર્ણાટક સુધી પહોંચ્યું : ગુજરાતમાં 15 જૂન પહેલાં ચોમાસું શરૂ થવાની સંભાવના 

રાજયમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટોર્મ એટલે કે, ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જયારે ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધીમાં પહોંચી જાય તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે. હાલ ચોમાસું કેરળથી આગળ વધીને કર્ણાટક સુધી પહોંચ્યું છે. જેને કારણે કર્ણાટક, ગોવા મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. 2-3 દિવસમાં ચોમાસું ગોવા અને મહારાષ્ટના કેટલાક ભાગો સુધી પહોંચી જશે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દ્વિસ સુધી ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેશે. જોકે, આગામી બે દિવસ સુધી ક્યાંક હળવા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. દક્ષિણ ગુજરાતના દમણ, વલસાડ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં પણ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની સંભાવના છે.

- Advertisement -

થંડર સ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા જેવો માહોલ બને છે, હવાના દબાણમાં થનારા કેરકારના લીધે આ સ્થિતિ સજાંતી હોય છે. ચોમાસાના આગામન પહેલા પશ્ચિંમ અને અરબી સમુદ્રથી આવતા પવનોના દબાણના લીધે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. સમુદ્રમાં બનતા વાવાઝોડા કરતા થંડર સ્ટ્રોમની તાકાત ઓછી હોય છે. દરિયામાં ગરમ અને ઠંડો હવાના દબાણના કારણે ચક્રવાત ઉભું થાય છે અને તે લેન્ડકોલ થાય તે જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થતો હોય છે. આવી સ્થિતિમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ક્યાં જ્યાં વાવાઝોડું ટકરાય છે ત્યાં હાઈ ટાઇ6 પણ જોવા મળે છે. માટે જ દરિયામાં વાવાઝોડું ઉભું થાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular