Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાજયમાં રાબેતા મુજબ ફરી તબિબોની ફેંકાફેંકી !

રાજયમાં રાબેતા મુજબ ફરી તબિબોની ફેંકાફેંકી !

- Advertisement -

જામનગર સહિત રાજયભરની મેડિકલ કોલેજોમાં અને સિવિલ હોસ્પિટલોમાં વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી પ્રોફેસરો અને તબિબોની અછત છે. જેને પરિણામે રાજયની આરોગ્ય સ્થિતિ મજબૂત બનવા પામી નથી અને ખાસ કરીને જામનગર જેવાં નાના સેન્ટરોના હજારો દર્દીઓ, ડોકટરોની અછતને કારણે પરેશાન થતાં હોય છે અને રાજકોટ તથા અમદાવાદ જેવાં શહેરોમાં આરોગ્ય સેવા મેળવવા માટે નાગરિકોને તોતિંગ અને ખોટા ખર્ચ કરવા પડતા હોય છે.
જામનગર સહિત રાજયભરમાં મેડીકલ કોલેજોમાં તથા સિવિલ હોસ્પિટલોમાં જયારે જયારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ઇન્સ્પેકશન આવે છે ત્યારે ત્યારે તબિબો અને પ્રાધ્યાપકોને એક શહેરમાંથી ઉપાડી અન્ય શહેરોમાં મુકવામાં આવે છે. આ પ્રકારની હાસ્યાસ્પદ કસરતો દરેક ઇન્સ્પેકશન વખતે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. નવાઇની વાત એ છે કે, આ મુદ્દો અતિ સંવેદનશીલ અને લોકોના આરોગ્ય માટે ગંભીર હોવા છતાં રાજયમાં કયારેય આ મુદ્દે પ્રજાકિય આંદોલન થયું નથી! વિપક્ષે કયારેય આ મુદ્દે સરકારો પર જરૂરી દબાણો સર્જયા નથી. બંધના એલાનો આપ્યા નથી. નવાઇની વાત એ પણ છે કે, હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટ દ્વારા પણ કયારેય આ મુદ્દે ગુજરાત સરકારને આકરી ફરજો પાડવામાં આવી નથી.

- Advertisement -

આ બધી બાબતોના કારણે રાજયના આરોગ્ય ક્ષેત્રમાં લાલીયાવાડી ચાલતી રહે છે અને નાગરિકો સરકારની આ ઉદાસિનતાનો ભોગ બની રહ્યા છે. આ વખતની વાત કરીએ તો, એમસીઆઇનું ઇન્સ્પેકશન આવતાં અન્ય શહેરોમાંથી સરકારે 37 તબીબોને જામનગરમાં મુકયા છે.ઇન્સ્પેકશન પૂર્ણ થશે ત્યારે આ બધા તબીબો ફરી પોતાની મૂળ જગ્યાએ જતાં રહેશે. તેઓની ગેરહાજરીમાં જામનગરમાં આરોગ્યતંત્રની ક્ષમતાને મોટો ફટકો પડશે !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular