રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું છે. 160 રનનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. એબી ડિવિલિયર્સે સર્વાધિક 28 બોલમાં 47 રન કર્યા. મુંબઈ લીગમાં સતત 9મા વર્ષે સીઝનની પહેલી મેચ હાર્યું છે. આ મેચ સહિત મુંબઈની ટીમે 2013થી તમામ સીઝનમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે. જયારે બેંગલોરે પહેલીવાર IPLની ઓપનિંગ મેચ જીતી છે.
બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 29 બોલમાં 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા. તે જસપ્રીત બુમરાહની બોલિંગમાં LBW થયો હતો. તેણે અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. પોતાની ઇનિંગ્સ દરમિયાન વિરાટે ટી-20માં કેપ્ટન તરીકે 6 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલ માર્કો જાનસેનની બોલિંગમાં શોર્ટ ફાઈન લેગ પર ક્રિસ લિન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 39 રન કર્યા હતા.
વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. બેંગલોર વતી પોતાની પ્રથમ મેચ રમી રહેલો રજત પાટીદાર નિષ્ફ્ળ રહ્યો હતો. તેણે 8 બોલમાં 8 રન કર્યા હતા. તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો. વોશિંગ્ટન સુંદર કૃણાલ પંડ્યાની બોલિંગમાં શોર્ટ-થર્ડ મન પર ક્રિસ લિનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 10 રન બનાવ્યા હતા.વી. સુંદર શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં રોહિત શર્માએ સેક્ડ સ્લીપમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 159 રન કર્યા છે. તેમના માટે ક્રિસ લિને 49, સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બેંગલોર માટે હર્ષલ પટેલે 5 વિકેટ, જ્યારે કાયલ જેમિસન અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી. હર્ષલ પટેલ IPL માં મુંબઈ સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. અગાઉ મુંબઈ વિરુદ્ધ શ્રેષ્ઠ દેખાવ રોહિત શર્માનો હતો. રોહિતે 2009માં ડેક્કન ચાર્જર્સ વતી રમતાં મુંબઈ સામે 6 રન આપીને 4 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા 1 રને રમી રહ્યો હતો ત્યારે જેમિસનની બોલિંગમાં વિરાટે મીડ-ઓફ પર તેનો કેચ છોડ્યો હતો.
હાર્દિક પંડ્યા 13 રને હર્ષલ પટેલની બોલિંગમાં ફૂલટોસ પર LBW થયો હતો. તેણે આઉટ થતા પહેલાં 10 બોલમાં 2 ફોરની મદદથી 13 રન બનાવ્યા હતા. ક્રિસ લિન વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં સુંદરના હાથે જ કેચ આઉટ થયો હતો. તેણે 35 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 49 રન બનાવ્યા હતા. રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા પછી સૂર્યકુમાર યાદવ અને ક્રિસ લિને બાજી સંભાળી હતી. બંનેએ 43 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. યાદવ કાયલ જેમિસનની બોલિંગમાં કીપર એબી ડી વિલિયર્સ દ્વારા કેચ આઉટ થયો હતો. તેને આઉટ કરીને જેમિસને IPL માટે પોતાની પહેલી વિકેટ લીધી હતી. રોહિત શર્માએ 15 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 19 રન બનાવ્યા હતા. તે વિરાટ કોહલી/ યૂઝવેન્દ્ર ચહલ દ્વારા રનઆઉટ થયો હતો. આઉટ થતાં પહેલાં તેણે યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓન પર આ સીઝનની પહેલી સિક્સ મારી હતી. IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નઈના એમ. ચિદમ્બરમબ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ક્રિસ લિન અને સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો જેનસન મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાનું ડેબ્યુ કરશે. જ્યારે બેંગલોર માટે ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કાયલ જેમિસન ડેબ્યુ કરી રહ્યા છે.