લાલપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સને પોલીસે રૂા.1450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને રૂા.450ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા એક શખ્સની શોધખોળ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ લાલપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા અતુલ કાંતિલાલ માખેચા અને સોહિલ યુસુફ ફકીર નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1450 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજો દરોડો, જામજોધપુર ગામમાં રબારીપાળા પાસે જાહેરમાં વર્લીના આંકડાનો જૂગાર રમતા રાજુ અરવિંદ વાઢેર નામના શખ્સને રૂા.450 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા બસીર સમા નામનો શખ્સ નાશી ગયો હતો તેથી પોલીસે બન્ને શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર અને જામજોધપુરમાંથી ત્રણ વર્લીબાજ ઝડપાયા
લાલપુરમાંથી રૂા.1450 ની રોકડ રકમ સાથે બે શખ્સ ઝબ્બે : જામજોધપુરમાંથી રૂા.450 ની રોકડ રકમ સાથે એક શખ્સ ઝડપાયો : એકની શોધખોળ