જામનગરની એક તરૂણી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસે ગુનો નોંધી નરાધમની શોધખોળ હાથ ધરી છે.
17 વર્ષની તરૂણી કેટલીક દુકાનોમાં કચરા-પોતા વગેરે કરીને ઘર ગુજરાન ચલાવે છે. જેને અખ્તર સૈયદ ઉર્ફે બાપુ નામના શખ્સે પોતાના હવસનો શિકાર બનાવી લીધી હતી. તરૂણીને ત્રણેક મહિના પહેલાં એક વખારમાં લઇ જઈ તેના પર જુદા સમયે ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું અને છરીની અણીએ ચૂપ રહેવાની ધમકી આપી હતી. જેથી સગીરા ચૂપ રહી હતી. પરંતુ તેને દુ:ખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબી પરીક્ષણ પછી તે ગર્ભવતી બની ગઈ હોવાનું અને તેના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતા સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયયો હતો અને તરૂણીની ફરિયાદ નોંધી દુષ્કર્મ ગુજારનાર અખ્તર સૈયદ ઉર્ફે બાપુ નામના શખ્સ સામે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની જુદ જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપીઓ હાલ ભાગી છૂટયો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરની તરૂણી ઉપર નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યું
ગર્ભવતિ બનતા કિસ્સો બહાર આવ્યો: શખ્સની શોધખોળ