જામનગર જિલ્લાના મોડપર ગામના પાટીયા પાસે આવેલા વોંકળામાં બાવળની કાટમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.11,430 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોડપર ગામના પાટીયા પાસે નદીના વોંકળામાં બાવળની કાટમાં સંતાઈને તીનપતિનો જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રજાકશા કરીમશા શાહમદાર, કમા બોદા હાજાણી, દાના દુદા મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.11,430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ દોષમામદ ખીરા અને છગન ભરવાડ નાશી ગયા હોય, પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.11,430 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.