જામનગર શહેરનાં ગોકુલનગર સાયોનાવાળી શેરીમાં રહેણાંક મકાન ઉપર સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 50 બોટલ દારૂ અને બે મોબાઇલ સહિત રૂા.40000 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર સાયોનાવાળી શેરીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન રાજ ઉર્ફે રાજલો મહેશ ધોકિયા, કેયુર ઉર્ફે કયલો ગીરીશ ડોબરીયા, હિરેન ઉર્ફે ધોળી શંકરભાઈ ભકકડ નામના ત્રણ શખ્સોને રૂા.25000 ની કિંમતની દારૂની 50 બોટલ અને રૂા.15000 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.40000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં બિપીન ઉર્ફે લાકડી કાળા અને ઈમરાન મામદ કુરેશી નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.