જામનગર કાલાવડ માર્ગ પર ઠેબા અને વિજરખી વચ્ચે ગમ્ખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ વ્યકિતના ઘટનાસ્થળે અરેરાટીજનક મોત નિપજ્યાં હતા. બનાવની જાણ થતાં 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ગમ્ખ્વાર અકસ્માતની વિગત મુજબ જામનગર નજીક ઠેબા ચોકડીથી કાલાવડ તરફ જવાના માર્ગ પર વિજરખી અને ઠેબા ગામની વચ્ચેના માર્ગ પરથી પસાર થતાં બાઇકને કોઇ અજાણ્યા વાહને ઠોકર મારતા બાઇક સવાર દિનુભાઇ મગનભાઇ (ઉ.વ.30) અને તેમના પત્ની અમુબેન દિનુભાઇ સાડમિયા (ઉ.વ.28) તથા એક બાળક સહિત ત્રણેયને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
બનાવની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.