જામનગરના દિ.પ્લોટ શેરી નં.64 માંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને રૂા.7200 ની કિંમતના 360 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જામનગરના ધુંવાવ નાકે કોળીવાસમાં બાવળની ઝાળીમાંથી રૂા.4600 ની કિંમતનો 230 લીટર દેશી દારૂ રૂા.1250 ની રોકડ તથા રૂા.500 નો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 6350 ના મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના દરેડ ગામેથી રૂા.3200 ની કિંમતનો 160 લીટર દેશી દારૂ તથા મોબાઇલ ફોન અને અલ્ટો કાર મળી કુલ રૂા.1,58,200 ના મુદ્દામાલ સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં દિ.પ્લોટ શેરી નં.64 બંસી ડેરીની બાજુમાં રહેતો જગદીશ ઉર્ફે જગો હેમનદાસ રામનાણી પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની સિટી એ ના પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વિસાણી તથા શિવરાજસિંહ રાઠોડને મળેલ બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેઈડ કરતાં આરોપી જગદીશ ઉર્ફે જગો હેમનદાસ રામનાણી (ઉ.વ.33) ને રૂા.7200 ની કિંમતના 360 લીટર દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને આ દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર ધાંધાભાઈ ગઢવી નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મેહુલભાઈ વિસાણી, રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
બીજો દરોડો, જામનગરમાં ધુંવાવ નાકે કોળીવાસમાં મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ બાવળની ઝાળીઓમાં સતિષ ઉર્ફે સતિયો અશોકભાઈ, સંદીપ અશોકભાઈ તથા અવિનાશ અશ્ર્વિનભાઇ દ્વારા દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયાને મળેલ બાતમીના આધારે રેઈડ કરતા અવિનાશ અશ્ર્વિનભાઈ વાઘેલાના કબ્જામાંથી રૂા.4600ની કિંમતનો 230 લીટર દેશી દારૂ, રૂા.1250 ની રોકડ રકમ તથા રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.6350 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામે એપલ ગેઈટ પાસે રોડ ઉપર અલ્ટો કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ હોવાની એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ પરમાર તથા હેકો ધાનાભાઈ મોરીને મળેલ બાતમીના આધારે રેઈડ દરમિયાન નિતેશ મુકેશ ચૌહાણને અલ્ટો કાર નં.જીજે-17-એન-2390 માં રૂા.3200 ની કિંમતના 160 લીટર દેશી દારૂ તથા એક મોબાઇલ ફોન અને અલ્ટો કાર મળી કુલ રૂા. 1,58,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ દારૂનો જથ્થો મોકલનાર દિપક કરશનભાઈ બોચીયા તથા દારૂનો જથ્થો મંગાવનાર દિપુ ગોહીલ નામના બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, અશ્ર્વિનભાઇ ગંધા, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.