જામનગર શહેરમાં જયશ્રી ટોકિઝ પાસેથી જાહેરમાં મોબાઇલ ઉપર ક્રિકેટનો ડબ્બો ચલાવતા શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ ડબ્બામાં એક મોબાઇલ શોપ ધારકનું અને દુબઇમાં રહેતા શખ્સની સંડોવણી ખુલી હતી. તેમજ નવાનગર હાઇસ્કૂલ પાસેથી જાહેરમાં ક્રિકેટનો ડબ્બો રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ પેરોલ ફર્લો સક્વોર્ડ ની ટીમે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સુચનાથી પીએસઆઇ એ.એસ.ગરચર તથા હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે શહેરમાં જુદાજુદા બે સ્થળોએ ક્રિકેટના દરોડામાં ત્રણ આરોપીઓની અટકાયત કરી અન્ય 4 ને ફરી જાહેર કર્યા છે જેમાં એક આરોપી દુબઈ નો રહેવાસી હોવાનું જાહેર થયું છે. જામનગરમાં જયશ્રી સિનેમાવાળી શેરીમાંથી જાહેરમાં મુંબઇમાં રમાતી આઇપીએલ 20-20 ટુનાર્મેન્ટમાં મુંબઇ ઇન્ડિયસ અને રાજસ્થાન રોયલસ વચ્ચેની મેચમાં મોબાઇલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા પ્રશાંત પ્રતાપભાઈ ચૌહાણને પેરોલ ફર્લો સક્વોર્ડની ટીમે ઝડપી લઇ રૂા.54100નો મુદામાલ અને ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય કબજે કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન પ્રસાંત જામનગરના રાજેશ ગોહિલ અને દુબઈમાં રહેતા અને મૂળ જામનગરનાં રવિ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. જેના આધારે પોલીસે રાજેશ ગોહિલ તેમજ હાલ દુબઈ ના રહેવાસી રવિ ને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
બીજો દરોડો પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સુપર માર્કેટ વિસ્તારમાં જાહેરમાં પોતાની મોબાઇલ ફોનની ક્રિકેટ ની આઈડી પર આઈપીએલની મેચ મા ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ધીરેન ઉર્ફે માડમ હિંમતભાઈ ફલ નામના શખ્સને આઇપીએલ માં મુંબઇ ઇન્ડિયસ અને રાજસ્થાન રોયલસ વચ્ચે રમાતી મેચમાં ક્રિકેટનો જૂગાર રમાડતા ઝડપી લઇ રૂા.3100ની રોકડ રકમ અને રૂા.2000ની કિંમતના મોબાઇલ મળી કુલ રૂા.5100ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. અને પુછપરછ હાથ ધરતાં જામનગરના ભાણુભા નામના શખ્સ સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
ત્રીજો દરોડો જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કિશાન ચોક વિસ્તારમાંથી જાહેરમાં પોતાના મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમનારા મનસુખ મણીલાલ કનખરા નામના 62 વર્ષના શખ્સને ઝડપી લઇ મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત રૂપિયા 12,100 ની મલમત્તા કબજે કરી હતી. જેની પૂછપરછમાં તેની સાથે ક્રિકેટ ના સટ્ટા ની કપાત જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા સુભાષ કેશવભાઈ જોઇસર નામના શખ્સ સાથે કરતો હોવાનું કબુલતા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ છે.