- Advertisement -
ખંભાળિયાના બસ સ્ટેશન સામે એક પાનની દુકાન નજીક બેસીને ટીવી ઉપર લાઈવ મેચ નિહાળી અને ચીઠ્ઠી નાખીને જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ઝાલાને મળતા આ સ્થળેથી ગિરધર સોમાભાઈ ડોરુ, રાજેશ ગંગારામ બોકડે અને નજીર હબીબ સૈયદ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂપિયા 46,250 રોકડા તથા ત્રણ નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 61,250 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. પી.એમ. જૂડાલ તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી
- Advertisement -