ખંભાળિયા શહેરમાં ઇન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગુરુવારે પી.એસ.આઈ. એસ.વી. ગરચર તથા સ્ટાફ દ્વારા જુગાર અંગે કરવામાં આવેલી કામગીરીમાં કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી બાતમીના આધારે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પ્રવીણ ઉર્ફે પકલ નાનકદાસ શ્રીમાળી, અજય કારાભાઈ મકવાણા અને નીતિન કારાભાઈ પરમાર નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 11,190 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 50,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 71,190 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.