જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસેથી રીક્ષામાં ખીચોખીચ ભરી લઇ જવાતા 17 ઘેટા-બકરા લઇ જવાતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ ઘેટનાઓને મુકત કરાવી રૂા.1.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસેથી પસાર થતી જીજે-10-ટીડબલ્યુ-5568 નંબરની પસાર થતી રીક્ષાને પંચે એ પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમાં 17 ઘેટા-બકરાઓને ખીચોખીચ ભરી ખોરાકની વ્યવસ્થા વગર બાંધીને લઇ જતા હોય પોલીસે મોસીન મજીદ મીઠવાણી, મોસીન હમીદ સેલજી, હુશેન વાહીદ સમા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.33,000 ની કિંમતના 17 નંગ ઘેટાને મુકત કરાવી રૂા.1.50 લાખની કિંમતની રીક્ષા અને ઘેટા સહિત રૂા.1.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરી પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.