Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સો ઝડપાયા

જામનગરમાં દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સો ઝડપાયા

29 બોટલ વિદેશી દારૂ તથા 15 લીટર દેશી દારૂ કબ્જે : બે શખ્સોની શોધખોળ

- Advertisement -

જામનગરમાં મોરકંડા રોડ રબાની પાર્કમાંથી એક શખ્સના મકાનમાંથી રૂા.11,000 ની કિંમતની 22 નંગ વિદેશી દારૂની બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. જામનગરમાં પવનચકકી પાસેથી રૂા.3500 ની કિંમતની સાત નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો. જામનગરમાં નવાનગર સુભાષપાર્કમાંથી રૂા.300 ની કિંમતના 15 લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરમાં મોરકંડા રોડ, રબાની પાર્ક મક્કા મસ્જિદ પાસે શેરી નં.7 માં આરોપી મકબુલ મેરૂભાઈ થૈઈમ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન રૂા.11000 ની કિંમતની 22 નંગ વિદેશી દારૂની બોટલ સાથે મકબુલ મેરૂભાઈ થૈયમને ઝડપી લીધો હતો અને અમીનમીયા મોહમહમીયા મટારી નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં પવનચકકી સર્કલ પાસેથી પોલીસે રેઈડ દરમિયાન અમિત પ્રાગજીભાઈ મારૂ નામના શખ્સને રૂા.3500 ની કિંમતની સાત નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ દેવશીભાઈ આહિરની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગરમાં નવાનગર સુભાષપાર્ક શેરી નં.4 ના ખુણા પાસેથી પોલીસે મન અનિલભાઈ વ્યાસને જીજે-10-એએન-76 નંબરની મોટરસાઈકલમાંથી રૂા.300 ની કિંમતનો 15 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular