જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના પાટીયા પાસેથી રેઈડ દરમિયાન પોલીસે રૂા.3 હજારની કિંમતની દારૂની 6 નંગ બોટલ સહિત મોબાઇલ અને બાઇક મળી કુલ રૂા.33000 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના માધુપુર ગામમાંથી બે બોટલો સાથે એક શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના રોજી પેટ્રોલ પંપ પાસે જાહેર રોડ પરથી પોલીસે દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના પાટીયા પાસેથી પોલીસે બાતમીના આધારે શેઠવડાળા ગામના આરીફ હનીફ નોતિયાર નામના શખ્સને ઝડપી લઇ તલાસી દરમિયાન રૂા.3000 ની કિંમતની છ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલ અને રૂા.25000 ની કિંમતનું જીજે-25-એન-6911 નંબરનું બાઈક મળી કુલ રૂા.33000 નો મુદ્દામાલ કબ્જે કરી આરીફ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના માધુપુર ગામમાંથી પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન એક હજારની કિંમતની બે બોટલ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ગણપત નાગજી ભટી નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરનાં રોજી પેટ્રોલ પંપ નજીક જાહેર રોડ પરથી પસાર થતા કિરીટ મનસુખ વોરા નામના શખ્સને રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધ રી હતી.
દારૂ સંબંધિત ત્રણ દરોડામાં ત્રણ શખ્સો ઝડપાયા
કોટાડા બાવીસીમાંથી 33 હજારના મુદ્દામાલ સાથે એક ઝબ્બે: માધુપુરમાંથી બે બોટલો સાથે એકને દબોચ્યો : રોજી પંપ નજીકથી એક બોટલ સાથે એક ઝબ્બે