Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પોલીસકર્મી ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરમાં પોલીસકર્મી ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

લોકસભા ચૂંટણી અંતર્ગત અટકાયત પગલાં લેવા જતા કોલર પકડી ફડાકો ઝીંકયો : દવા પી તમારા વિરૂધ્ધ ફરિયાદ કરવાની પોલીસકર્મીની ધમકી : ફરજમાં રૂકાવટ: મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ભીમવાસ શેરી નં.01 માં રહેતા શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશન કલમ હેઠળ ચૂંટણી સંદર્ભે અટકાયતી પગલાં લેવા માટે કાર્યવાહી અંતર્ગત અવાર-નવાર બોલાવવા છતાં ન આવતા શખ્સ અને તેની પત્ની સહિતના ત્રણ શખ્સોએ પોલીસ કર્મચારીને ગાળો આપી ફીનાઈલ પી જવાની ધમકી આપી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, વર્ષ 2024 લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રોહિબીશન કલમ 93 હેઠળ અટકાયતી પગલાં લેવા સબબની કાર્યવાહીમાં ભીમવાસમાં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલ ધવલ નામના શખ્સને એએસઆઇ એસ.આર. ચાવડા દ્વારા અવાર-નવાર ફોન કરી કાર્યવાહી માટે બોલાવવા છતાં આવતો ન હતો અને ચૂંટણી સંદર્ભે કાર્યવાહીમાં સારી ચાલચલગતના જામીન લેવડાવવા જરૂરી હોય જેથી પોલીસકર્મી મંગળવારે બપોરના સમયે ભીમવાસ વિસ્તારમાં રહેતાં સુનિલના ઘરે ગયા હતાં તે દરમિયાન સુનિલને કાર્યવાહી સંદર્ભે સમજાવવા જતાં ઉશ્કેરાયેલા સુનિલે ગાળો કાઢી જામીન આપવાની મનાઇ કરી ઝપાઝપી કરી હતી. તે દરમિયાન સુનિલનો ભાઈ આકાશ એ આવીને જો મારા ભાઈને લઇ જશો તો હું ફિનાઈલ પી જઈશ અને તમારું નામ લખી નાખીશ તેમ કહી ગાળો કાઢી હતી. તેમજ સુનિલે પથ્થર લઇને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી ગાળો કાઢી હતી. ઉપરાંત આકાશે પોલીસકર્મીને ગાળો કાઢી ઝપાઝપી કરતાં હતાં ત્યારે મહિલાએ આવીને પોલીસકર્મીને ‘જો તમે સુનિલને લઇ જશો તો અમે દવા પી લઇશું અને તમારા વિરૂધ્ધ ફરિયાદ કરશું’ તેવી ધમકી આપી હતી. તથા સુનિલે પોલીસકર્મીનો કોલર પકડી ઝાપટ મારી હતી.

મહિલા સહિત ત્રણ શખ્સો દ્વારા ફરજમાં રૂકાવટ અને કરાયેલા હુમલાના કારણે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પોલીસકર્મીના નિવેદનના આધારે મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ – હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular