Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબનાસકાંઠા નજીકથી 1 કરોડના મેફેડ્રોન ડ્રગ સાથે જામનગરના ત્રણ શખ્સ ઝડપાયા

બનાસકાંઠા નજીકથી 1 કરોડના મેફેડ્રોન ડ્રગ સાથે જામનગરના ત્રણ શખ્સ ઝડપાયા

અજમેરથી જામનગર તરફ આવતાં સમયે અમિરગઢ ચેકપોસ્ટ પાસે ઝબ્બે : 1.720 કિલોગ્રામ મેફેડ્રોન અને કાર મળી કુલ રૂા. 1.16 કરોડનો મુદ્માલ કબજે

- Advertisement -

રાજસ્થાનની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાની અમિરગઢ ચેકપોસ્ટ નજીક પોલીસે જામનગર પાસિંગની કારને આંતરીને તલાસી લેતાં તેમાંથી રૂા. 1.07 કરોડની મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતાં જામનગરના ત્રણ શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ ગુજરાતમાં નશિલા પદાર્થની હેરાફેરી અનેક ગણી વધી ગઇ છે અને સમયાંતરે રાજ્યમાંથી નશિલા પદાર્થની હેરાફેરી ઝડપી લેવાની ઘટનાઓ બહાર આવે છે. હાલમાં જ જામનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એસઓજીની ટીમે બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ દરમિયાન નડિયાદ સુધી આ ગાંજાનું નેટવર્ક ફેલાયેલું ખુલ્યું હતું. ત્યારે રાજસ્થાનની સરહદ પર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ આવેલી આ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવી રહેલી જીજે-10 ડીજે-3448 નંબરની કારને આંતરીને તલાસી લેતાં જામનગરની કારમાંથી 1.720 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતાં પોલીસે 1.7 કરોડની કિંમતનું ડ્રગ્સ કબજે કરી કારમાંથી ઇશરાક આરીફ બ્લોચ (અમન સોસાયટી, કાલાવડનાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધી (રે. નદીપા, જામનગર) અને અસલમ અબ્દુલ સતાર દરજાદા (રે. શિશુવિહારવાળી શેરી, લીમડાલાઇન, જામનગર) નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ ત્રણેય શખ્સો અજમેરથી આવી રહ્યા હતાં અને પોલીસે કોની પાસેથી ડ્રગ્સ મેળવ્યું અને કોને વેચાણ કરવાનું હતું ? તે અંગેની પૂછપરછ હાથ ધરી કુલ રૂા. 1,16,49,400ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ અને કાર સહીતનો મુદ્ામાલ કબજે કરી વધુ તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular