જામનગર જિલ્લાના ઝાખરના પાટીયા પાસે હાથ ઉછીની લીધેલી રકમ આપવાની સગવડ ન હોવાથી ના પાડતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રહેતા યુવરાજસિંહ ઘેલુભા જાડેજા નામના યુવાને ગંભીરસિંહ પરમાર પાસેથી હાથ ઉછીના 40 હજાર લીધા હતાં અને આ ઉછીની લીધેલી રકમની જરૂર હોવાથી ગંભીરસિંહે શનિવારે સવારના સમયે લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા નજીક યુવરાજસિંહ પાસે પૈસાની માંગણી કરતા તેણે હાલ સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. જેથી ગંભીરસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, અજયસિંહ સોઢા સહિતના ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની જાણ કરાતા હેકો બી.વી. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.