Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતત્રણ ટકા વોટ વધ્યાં ને ભાજપને 57 સીટનો ફાયદો

ત્રણ ટકા વોટ વધ્યાં ને ભાજપને 57 સીટનો ફાયદો

કોંગ્રેસનો વોટશેર 15 ટકા ઘટતા 60 સીટ ગુમાવવી પડી

- Advertisement -

ભાજપને આ વિધાનસભા ચૂંટણીમાં ત્રણ ટકા વોટ શેર વધવાથી 57 સીટનો ફાયદો થયો હતો. 2017ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર દોઢ ટકા વધ્યો છતાં પણ પાર્ટીને 16 સીટ ગૂમાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસનો સતત ઉપર જઈ રહેલો વોટશેર આ ચૂંટણીમાં ધડામ દઈને 15 ટકાથી વધુ નીચે જતા પાર્ટીને 27.30 ટકા મત મળ્યા જેના કારણે 60 સીટનું ગૂમાવવાનો વારો આવ્યો હતો. આમ, આ ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ ટકા મત વધુ મળ્યા તેમાં ફાયદો થયો તો કોંગ્રેસને 15 ટકાથી વધુ મત ઓછા મળતા મોટું નુકશાન ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર આવ્યા બાદ કોંગ્રેસનો વોટશેર સતત ઘટી રહ્યો હતો.જો કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીનો ગ્રાફ ચાર ટકાથી વધુ ઉંચકાયો હતો. 2012માં કોંગ્રેસને 38.93 ટકા વોટ સાથે 61 સીટો મળી તો ભાજપને 47.85 ટકા વોટ સાથે 115 બેઠકો મળી હતી.

- Advertisement -

2017માં કોંગ્રેસને 42.97 ટકા મત સાથે 77 સીટ મળતા 16 સીટનો ફાયદો માત્ર ચાર ટકા વોટ વધુ મળ્યા તેમાં થયો હતો. બીજી તરફ 2017માં ભાજપનો વોટશેર દોઢ ટકાથી વધુ વધ્યો છતાં 2012ની સરખામણીએ ભાજપને 16 બેઠકો ઓછી મળી હતી. આમ, ભાજપને વોટશેર વધવા છતાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકશાન થયું હતું.

2017માં પાટીદાર અનામન આંદોલન, ઓબીસીની માંગણી વગેરે મુદ્દાને કારણે પાર્ટીને બેઠકો ગૂમાવવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસના વોટશેરની વાત કરીએ તો 2012માં 38.93 ટકા વોટ મળતા પાર્ટીને 61 સીટ મળી અને 2017માં ચાર ટકા વોટ વધુ મળ્યા તેમાં કોંગ્રેસની 16 સીટો વધી ગઈ હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દીક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલીત નેતા જગદીશ મેવાણીને કારણે ફાયદો થયો હતો. 2022ની ચૂંટણીમાં હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોરે ભાજપમાં એન્ટ્રી લીધી તેમજ આમ આદમી પાર્ટીએ 180 જેટલી સીટો પર ઉમેદવારો ઉભા કર્યા હતા. 2022માં ત્રીકોણીયો જંગ સર્જાતા કોંગ્રેસનો વોટશેર 42.93 ટકાથી ઘટીને 27.30 ટકા થઈ જતા 15 ટકાથી વધુ મત કોંગ્રેસને ઓછા મળતા પાર્ટીને 60 સીટોનું નુકશાન ગયું હતું. ભાજપને 2022માં 2017 કરતા ત્રણ ટકા મત વધુ મળ્યા તેમાં 57 સીટ વધુ મળી હતી. આમ, 2017માં 99 સીટો મેળવનાર પાર્ટીએ આ ચૂંટણીમાં 157 સીટો મેળવીને ગુજરાત વિધાનસભા થયેલી અત્યાર સુધીની ચૂંટણીઓના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular