ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી નજીક જવાહર નામની દુકાનની બાજુમાં મોડી રાત્રીના આશરે દોઢેક વાગ્યાના સમયે જાહેરમાં સાઉથ આફ્રિકા ટુર ઓફ વેસ્ટ ઈન્ડિઝ અંતર્ગત રમાઈ રહેલી 20-20 ક્રિકેટ સિરીઝમાં બંને ટીમો ઉપર રનફેરનો જુગાર રમી રહેલા સબીર જુનસભાઈ કેર, રાજ દિલીપભાઈ મોદી અને રફીક આમદભાઈ પરિયાણી નામના ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 5,520 રોકડા તથા રૂપિયા 16 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 21,520 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ આગળની કાર્યવાહી એએસઆઇ જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મધરાત્રિના સમયે ક્રિકેટ મેચ ઉપર જૂગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
રૂા.5,520 ની રોકડ અને 16 હજારના ત્રણ મોબાઇલ સહિત રૂા.21,520 નો મુદ્દામાલ કબ્જે