જામનગરમાં પોલીસની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી એનડીપીએસના કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી બળજબરીથી 13 લાખ રૂપિાય ટ્રાન્સફર કરાવી લેવાના કેસમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની વિગત મુજબ, જામનગરના મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સુરતના મેહુલભાઈ રમાકાંતભાઈ પંજી (ઉ.વ.55) નામના પ્રૌઢ પાસે પોલીસ તરીકેની ઓળખ આપી સીબીઆઇ અને મુંબઇ ક્રાઈમ બ્રાન્ચનો બનાવટી લેટર પેડ મોકલી પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનો ભય બતાવી એનડીપીએસ ના ગુનામાં ધરપકડ અને આજીવન કેદ થશે તેમ કહી ડરાવી – ધમકાવી એનડીપીએસના કેસમાંથી નામ કઢાવવા માટે ઠગ ટોળકીએ 13 લાખ રૂપિયા બળજબરીપૂર્વક ગૌરવ મંગલ એયુ બેંકમાં 2402259055679852 નંબરના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતાં.
ખાનગી કંપનીના કર્મચારી પાસે ગત માર્ચ મહિનામાં ડ્રગ્સના પાર્સલમાં ડ્રગ્સનો ભય બતાવી બેંકના ખાતેદાર તથા મોબાઇલ નંબર +91 8259854217 નંબરના મોબાઇલધારક સહિતનાઓએ ડીજીટલ એરેસ્ટ કરી કંપનીના કર્મચારી પાસેથી રૂા.13 લાખ બળજબરીથી પડાવી લીધા હતાં. ડીજીટલ એરેસ્ટન બનવમાં નેહુલભાઈ દ્વારા જાણ કરાતા સાયબર ક્રાઈમ પીઆઈ આાઈ.એ. ધાસુરા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ કેસમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે સાવન રસિક વણઝારા, ચંદ્રેશ સુભાષ ભુત તથા ભરત લવજી ગોવાણી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ ત્રણ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.