ખંભાળિયા શહેરને ઘી ડેમ તથા ફૂલવાડી વોટર વર્કસ યોજનામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ ઘી ડેમના સી પેજ વોટરનો જથ્થો તળિયા ઝાટક થઈ ગયો હોય અને ઘી ડેમમાં જૂન માસ સુધી ચાલે તેટલું પાણી હોય, આ પછીના સમયગાળા દરમિયાન નગરજનોને પીવાના પાણીની હાલાકી ન થાય તે હેતુથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગના જિલ્લા કાર્યપાલક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી અને શહેરને દૈનિક ત્રણ એમએલડી નર્મદાના નીર મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.


