જામનગર શહેરમાં આવેલ સુભાષ માર્કેટ પાસે સમાધાન માટે ભેગા થયેલા પક્ષ વચ્ચે મામલો બિચકતાં ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ભોઇ સમાજની વાડી પાછળ આવેલા અખાડા નજીક શનિવારે રાત્રીના સમયે થયેલી માથાકૂટ સંદર્ભે સમાધાન માટે એકઠા થયા હતાં તે દરમિયાન ત્યાંથી શંકરભાઇ ગોદડીયા અને તેનો ભત્રીજો ભુરાભાઇ પસાર થતાં રમેશ કાનજી કોળીએ શંકરભાઇને સમાધાન માટે બોલાવતાં તેણે ના પાડતાં રમેશ કાનજી કોળી, બિપીન રમેશ કોળી, નાના કાનજી કોળી નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી અપશબ્દો બોલતાં હિરાભાઇનો કાઠલો પકડી લેતાં તેના કાકા શંકરભાઇએ વચ્ચે છોડાવવા પડયા હતાં. દરમિયાન ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે શંકરભાઇ અને તેના ભત્રીજા હીરાભાઇ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ કરાતાં પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.