ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા અને મૂળ ગડુ ગામના કરસનભાઈ ઉર્ફે કરણ દેવશીભાઈ કેશવાલા નામના 33 વર્ષીય યુવાને મોરઝર ગામના વિજય ઉગા બગડા, અનિલ ઉર્ફે લાલો દેવશીભાઇ બગડા અને મનીષ ચનાભાઈ બગડા નામના ત્રણ શખ્સો સામે લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આરોપી વિજય બગડાની બહેન સાથે અગાઉ થયેલા પ્રેમલગ્ન બાદ બંને પતિ-પત્નીએ રાજીખુશીથી લીધેલા છૂટાછેડાનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.