જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં બે અનાર્મ હેડ કોન્સ્ટેબલ એક આર્મ હેડ કોન્સ્ટેબલ અને એક આર્મ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
મળતી વિગત મુજબ, જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર ખોડાભાઇ ચૌહાણ (મહિલા પોલીસ સ્ટેશન) અને પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા (એસઓજી) નામના બે અનાર્મ હેડ કોન્સ્ટેબલને અનાર્મ એએસઆઈ તરીકે કાર્યકારી અને તદ્ન હંગામી ધોરણે હાલની નિમણુંક વાળી જગ્યાએ બઢતી આપવામાં આવી છે તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલ આલાભાઈ અમરાભાઈ ચારણીયા (એરસિકયુરિટી)ને એએસઆઈ તરીકે તથા આમ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર પ્રતાપરાય ઠાકરને હેડ કોન્સ્ટેબલ તરીકે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર કચેરી હેઠળ પ્રતિ નિયુકતી ફરજ પર બઢતી આપવાનો પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.