Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાંથી ત્રણ યુવતિઓ લાપત્તા

જામનગર જિલ્લામાંથી ત્રણ યુવતિઓ લાપત્તા

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ, મારવાડા વાસ, ગોકુલનગર, સરદારનગર શેરી નં. 11 તથા કાલાવડના માછરડા સોસાયટી સહિત ત્રણ સ્થળોએથી યુવતિ ગુમ થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ, વસંત વાટીકાની બાજુમાં, મારવાડાવાસમાં રહેતા ડાયાભાઇ જીવાભાઇ ભાટીએ તેમની 21 વર્ષની પુત્રી નર્મદાબેન ગત તા. 10ના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા જતાં ગુમ થઇ હોવાની સીટી-એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુમ થનાર યુવતિએ કબૂતરી કલરનું ટોપ, કાલી લેગીસ અને બ્લુ કલરનો ડુપટ્ટો પહેરેલ છે. તેણીએ બંને હાથમાં મોરપીંછ અને જમણા હાથમાં પતંગીયાનું ચિત્ર ત્રોફાવેલ છે. આ અંગે કોઇને જાણ થાય તો સીટી-એ પોલીસમાં સંપર્ક કરવા જણાવાયું છે.

જામનગરમાં ગોકુલનગર, સરદારનગર શેરી નં. 11માં રહેતી હિનાબેન ખાણધર નામની 19 વર્ષની યુવતિ ગત તા. 16-5-23ના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગઇ છે. ગુમ થનાર યુવતિએ બ્લુ કલરનો ઝભ્ભો તથા સફેદ કલરની ચોયણી પહેરી છે તથા જમણા હાથમાં ઓમ ત્રોફાવેલ છે. આ અંગે કોઇને જાણ થાય તો સીટી-સીનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -

કાલાવડના માછરડા સોસાયટીમાં રહેતી વર્ષાબેન સોંદરવા નામની 22 વર્ષની યુવતિ ગત તા. 16ના રોજ ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હોવાની દેવજીભાઇ સોંદરવા દ્વારા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. તેણીએ સફેદ કલરનું ટીશર્ટ તથા કાળી લેગીસ પહેરેલ છે. આ અંગે કોઇને જાણ થાય તો કાલાવડ ટાઉન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular