લાલપુરના મોટા ભરૂડિયામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.5090 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુરના મોટા ભરૂડિયા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બાબુ નાથાભાઈ કરંગીયા, સાજણ વિરાભાઈ કરંગીયા અને અગરસંગ લાલુભા જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા. 5090ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.