જામ્યુકોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં વોર્ડ નં.7ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હિનાબેન અઘેળાએ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો : વોર્ડ નં.8માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંદનબેન આમરણીયાએ પણ ફોર્મ પરત ખેંચ્યું : પ્રાંત અધિકારીની કચેરીમાં વોર્ડ નં.13 થી 16માં એક ફોર્મ પરત ખેંચાયું : જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરીમાં વોર્ડ નં.9 થી 12માં એકપણ ફોર્મ પરત ખેંચાયું નથી