જામનગર શહેરમાં આવેલા પાછલા તળાવમાં ત્રણ શખ્સો માછીમારી કરતા હોવાની જાણ કરતા જાગૃત નાગરિકે ત્રણેય શખ્સોને પૂછપરછ કરવા જતાં આ ત્રણેય શખ્સો પકડેલી માછલી મુકીને નાશી ગયા હતાં. તળાવમાંથી અવાર-નવાર આ રીતે ગેરકાયદેસર માછીમારી થતી હોય છે અને તંત્ર દ્વારા માછીમારી અટકાવવા માટે પગલાં લેવામાં આવતાં નથી.