- Advertisement -
ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં રહેતા અમરા રામાભાઈ ખાટરિયા નામના 57 વર્ષના પ્રૌઢને પોલીસે જડેશ્વર રોડ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્સ વગર રૂ. આઠ હજારની કિંમતના જી.જે. 10 એ.ઈ. 6665 નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઈ તેની સામે જુદી જુદી કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતા લખમણભા કારાભા માણેક નામના 34 વર્ષના યુવાનને પોલીસે આરંભડા વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. 37 એફ. 5849 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતાં ઝડપી લીધો હતો.
આ ઉપરાંત ભાટીયા ગામના દેશુર કાયાભાઈ ધમા નામના 32 વર્ષના ગઢવી યુવાનને પોલીસે ટાઉન વિસ્તારમાંથી ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -