જામનગર શહેરના ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના યુવક રાત્રે સુતા હોય અને સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અન્ય બનાવ જેમાં હાપા રેલ્વે સ્ટેશન ક્વાર્ટર્સમાં રહેતા આધેડ પોતાના ઘરે હોય ત્યારે ચક્કર આવતા પતિ જતા માથાના ભાગે ઈજાઓ થતા મૃત્યુ થયું છે. ત્રીજો બનાવ જેમાં કાલાવડ તાલુકાના હરીપર ગમે રહેતા આદિવાસી યુવકને તાવ આવતો હોય અને સારવાર ન કરાવતા તેનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
જામનગર શહેરના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જીલ્લાના રાજાભાઈ મહેન્દ્રભાઈ હરજન (ઉ.વ.24) નામનો યુવક ગઈકાલના રોજ સાંજના સાતેક વાગ્યાના સમયે પોતાના રૂમ પર સુતો હોય અને સવારના સમયે તેની સાથે મજુરી કરતાં સિકંદરભાઈએ ઉઠાડતા ન ઉઠતા બેભાન હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
હાપા રેલ્વે ક્વાર્ટર્સમાં રહેતા વિનોદભાઈ શનાભાઈ તડવી (ઉ.વ.35) નમના યુવકને ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજાઓ થતા જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા એક દિવસની ટૂંકી સારવાર બાદ ગઈકાલના રોજ તેનું મૃત્યુ થયું હતું.
કાલાવડ તાલુકાના હરીપર ગામે રહેતા પ્રકાશભાઈ કલજીભાઈ ડામોર નામના યુવકને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય અને સારવાર ન કરાવતા શનિવારઅ રોજ વધુ તાવ આવતા બેભાન થઇ જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે કાલાવડ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.