દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા હમીરભા જેસાભા કેર નામના 32 વર્ષના યુવાને પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી તેને દારૂ પીવાની ના કહેવામાં આવતા મનમાં લાગી આવવાના કારણે તેણે આ પગલું ભરી લીધું હોવા અંગે મૃતકના નાનાભાઈ થારીયાભા જેસાભા કેરએ દ્વારકા પોલીસ મથકમાં નિવેદન આપ્યું છે.
દ્વારકા તાલુકાના લવલારી ગામે રહેતા માલદેભાઈ વેજાભાઈ ચાનપા નામના 35 વર્ષના યુવાને શનિવારે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવની જાણ મૃતકના ભાઈ સાગાભાઈ વેજાભાઈ ચાનપાએ દ્વારકા પોલીસને કરી છે.
ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ મોતીવારસ નામના 50 વર્ષના આધેડને જમણા પગમાં ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસરના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.