Monday, December 23, 2024
Homeરાજ્યલાલપુર-જામનગરમાંથી ત્રણ વર્લીબાજ ઝડપાયા

લાલપુર-જામનગરમાંથી ત્રણ વર્લીબાજ ઝડપાયા

લાલપુરમાંથી રૂા.11,810ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો : જામનગરમાંથી વર્લીનો જૂગાર રમાડતા બે શખ્સ ઝબ્બે

- Advertisement -

લાલપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,310 ની રોકડ રકમ અને મબાઇલ મળી કુલ રૂા.11,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાંથી પોલીસે વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને રૂા.4,200 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પુંજા લખુ આયડી નામના શખ્સને રૂા.11310 ની રોકડ રકમ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ તેમજ વર્લીના આંકડા લખેલી સ્લિપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનરગ શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન સજુભા રામસંગજી જાડેજા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર નામના બે શખ્સોને વર્લીના આંકડા લખેલી સ્લિપ અને રૂા.4200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular