Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનની હત્યાના ત્રણ આરોપીઓ રિમાન્ડ પર

જામનગરના યુવાનની હત્યાના ત્રણ આરોપીઓ રિમાન્ડ પર

ખીમલિયા નજીક છરી અને ધોકા વડે હત્યા નિપજાવી : રિમાન્ડ દરમિયાન મૃતકનું બાઇક અને મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા યુવાનની પૂર્વ આયોજીત કાવતરૂ ઘડી ખીમલીયા સીમ વિસ્તારમાં છરી તેમજ ધોકાના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવવા બનાવમાં ત્રણ હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ અદાલતમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાધોણા નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ જામનગર તાલુકાના ખીમલીયા ગામના પાટીયા પાસેથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતકની પત્ની પુનમબેન મહેશભાઇ વાધોણાની ફરિયાદના આધારે સાગર ઉર્ફે ધમભા મહાકાલ જયસુખ કારડીયા, અમીત અશોક પીપળીયા, તથા આકાશ ઉર્ફે બબન પરેશ કોળીને નામના ત્રણ શખ્સોને એલસીબીની ટીમે દબોચી લીધા હતાં. આ ત્રણેય હત્યારાઓને અદાલતમાં રજૂ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હત્યારાઓએ મૃતકનો મોબાઇલ ફોન અને બાઈક નજીકના વિસ્તારમાંજ બાવળની ઝાડીમાં સંતાડી દીધાની કેફિયત આપતા પોલીસે મોબાઇલ અને બાઈક કબ્જે કર્યુ હતું. તેમજ હત્યામાં ઉપયોગમાં લીધેલા હથિયારો છરી, ધોકો, લોખંડના સેન્ટીંગનો સળીયો વગેરે કબ્જે કરી લીધા હતા. તથા હત્યા નિપજાવી જામનગરથી રાજકોટ તરફ એક જ બાઈકમાં નાશી જઈ બાઈક રાજકોટમાં રાખી દીધું હોવાથી પોલીસે બાઇક કબ્જે કરવા માટે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular