Saturday, September 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ત્રણ આરોપીઓ અદાલત સમક્ષ હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર થશે...

જામનગરના ત્રણ આરોપીઓ અદાલત સમક્ષ હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર થશે અને પછી મિલકત જપ્તીનો દૌર શરૂ થશે

- Advertisement -

સમગ્ર રાજયની વાત કરીએ તો, લેન્ડગ્રેબિંગનો પ્રથમ ગુજસીટોક કાયદા હેઠળનો ગુનો જામનગરમાં નોંધાયો હતો. આ ગુન્હામાં જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ સહિત 13 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ થયું છે. જે પૈકી ત્રણ આરોપીઓ હજૂ પકડી શકાયા નથી. આ ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનમાં છે અને એક વર્ષ સુધી તેના વિરૂધ્ધ ભારત દ્વારા કોઇ કાર્યવાહી થઇ શકે એમ નથી. એક વર્ષ પછી લંડનની અદાલતમાં કાર્યવાહી થશે.
તે દરમ્યાન આ કેસ ચલાવતી રાજકોટની ખાસ અદાલત સમક્ષ જામનગર પોલીસે એવી રજૂઆત કરી હતી કે, જયેશ પટેલ-રમેશ અભંગી તથા સુનિલ ચાગાલી એમ ત્રણ આરોપીઓ મળી આવ્યા નથી. જામનગર પોલીસની આ રજૂઆતના આધારે રાજકોટની ખાસ અદાલતે ગત તારીખ 12 જૂલાઇના દિને આ ત્રણેય આરોપીઓને 12 ઓગસ્ટ પહેલાં અદાલત સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 18 જુલાઇએ જામનગર પોલીસે અદાલતના આ ફરમાનના આધારે સ્થાનિક સ્તરે આ માટેનું જાહેરનામું ગઇકાલે સોમવારે 19 જૂલાઇએ પ્રસિધ્ધ કર્યું છે.

આ અંગેના કાયદામાં એવી જોગવાઇ છે કે, જો આ ત્રણ આરોપીઓ પૈકી કોઇ એક અથવા ત્રણેય 12 ઓગસ્ટ કે તે પૂર્વે રાજકોટની ખાસ અદાલત સમક્ષ હાજર નહીં થાય તો, અદાલત આ ત્રણ આરોપીઓની સંપતિઓ જપ્ત કરવા પોલીસને આદેશ આપી શકે છે. અદાલતના આ આદેશના અનુસંધાને જામનગર પોલીસ ભવિષ્યમાં આ ત્રણ આરોપીઓની સંપતિઓ જપ્ત કરી શકે છે. જોકે, એ પહેલાં જામનગર પોલીસે આ ત્રણ આરોપીઓની સંપતિઓની તમામ વિગતો રાજકોટની ખાસ અદાલત સમક્ષ જાહેર કરવી પડશે. ત્યારબાદ આ અદાલતના હૂકમ મૂજબ આ સંપતિઓ પૈકી અમૂક અથવા બધી સંપતિ જામનગર પોલીસ જપ્ત કરી શકશે. જોકે, એ પહેલાં રાજકોટની ખાસ અદાલત દ્વારા આ ત્રણ આરોપીઓને, જો તેઓ 12 ઓગસ્ટ પહેલાં અદાલત સમક્ષ સરેન્ડર ન કરે તો,ભાગેડૂ જાહેર કરવાના રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular