જામનગર શહેરમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ત્રણ આરોપીઓ ઘણાં સમયથી નાસતા ફરતા હતાં આ ત્રણેય આરોપીઓને તા.18 જુલાઈથી 30 દિવસ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો રાજકોટની સ્પેશિયલ અદાલતે આદેશ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુજસીટોક હેઠળ 2020 માં નોંધાયેલા પ્રથમ ગુનામાં આશરે એક ડઝનથી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી આ કાર્યવાહી માટે જામનગરના પોલીસવડા દિપન ભદ્રનની ખાસ નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદથી આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે અને આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરિયા અને રમેશ વલ્લભ અભંગી તથા સુનિલ ગોકલદાસ ચાંગાણી નામના ત્રણ શખ્સો ગુનો નોંધાયો ત્યારથી નાસતા ફરે છે અને આ ગુનામાં જયેશ પટેલ વિરૂધ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ પણ અદાલતમાં હાજર થવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. દરમિયાન રાજકોટની સ્પેશિય અદાલતે તા.12/07/2021 ના રોજ જામનગરના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરિયા અને રમેશ વલ્લભ અભંગી તથા સુનિલ ગોકલદાસ ચાંગાણી નામના ત્રણ આરોપીઓને ફરારી જાહેર કર્યા છે અને તા.12 જુલાઈથી 30 દિવસ સુધીમાં રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
જામનગરમાં ગુજસીટોકના ત્રણ આરોપીઓને હાજર થવા ફરમાન
સીઆરપીસી કલમ 82 મુજબ જાહેરનામુ : રાજકોટની સ્પેશિયલ અદાલત દ્વારા 30 દિવસમાં હાજર થવા ફરમાન