હેલા એક કિશોરનું અપહરણ કરીને તેના સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરાયાના કેસમાં પોકસો અદાલતે બે આરોપીઓને 10-10 વર્ષની અને એકને 7 વર્ષની સજા અને રૂા.3 થી 7 હજારનો દંડ ફટકાર્યો છે.
આ અંગેની વિગત મુજબ 2018માં કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક કિશોરને રીક્ષામાં અવાવરૂ સ્થળે લઇ જઇને બે કાયદાથી સંધર્ષિત કિશોરો અને ત્રણ શખ્સોએ તેના સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને બાળ સુધારગૃહમાં મોકલ્યા હતા. બાદમાં આ કેસ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન અગેઇન્સ્ટ એકસ્યુઅલ ઓફેન્સ(પોકસો)ની અદાલતમાં ચાલી જતાં અદાલતે ફરિયાદી, ભોગ બનનારના નિવેદન તેમજ સરકારી વકીલ જમનભાઇ ભંડેરીની રજુઆતો ગ્રાહ્ય ગણીને આરોપીઓને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય અને પોકસો સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠેરવીને 10 વર્ષની જેલ સજા અને રૂા.7 હજાર દંડ, સલીમશા ઉર્ફે અપ્લો શાહમદારને 7 વર્ષની સજા અને 4 હજાર દંડ તેમજ ગિરિશ વસોયાને 10 વર્ષની સજા અને 4 હજારનો દંડ ફરમાવ્યો છે.