જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં આવેલી જુની સોસાયટીમાં પ્રૌઢ ઉપર લાકડી વડે બે શખ્સોએ હુમલો કરી ફરીથી અમારા ઘરે આવ્યા તો જીવતા નહીં મૂકુ કહી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં નવી સોસાયટીમાં રહેતા નિવૃત્ત રમેશભાઇ ખીમાભાઇ વાઘ નામના પ્રૌઢ સોમવારે રાત્રીના સમયે તેના પુત્રને બહાર બોલાવવાનું ગૌતમ રમેશ વાઘને કહેતાં ઉશ્કેરાયેલા ગૌતમ રમેશ વાઘ, સોમા ખીમા વાઘ નામના બે શખ્સોએ એકસંપ કરી લાકડી વડે પ્રૌઢને લમધાર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી ફરી વખત અમારા ઘરે આવ્યા તો જીવતા નહીં મૂકુ તેમ કહી, ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવની જાણ થતાં હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે રમેશભાઇના નિવેદનના આધારે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.