જામનગર તાલુકાના સપડા ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનના ભાણેજને એક માસ પહેલાં થયેલા ઝઘડા સંદર્ભે શખ્સે ફોન કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સપડા ગામના વાડી વિસ્તારમાં રહેતાં નિલેશસિંહ જેસંગજી કંચવા નામના યુવાનના ભાણેજ છત્રપાલસિંહ જાડેજાને એક માસ પહેલાં સપડા ગામમાં રહેતાં કૃપાલસિંહ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાનું મનદુ:ખ રાખી જામનગરના મહેન્દ્રસિંહ ભૂપતસિંહ કંચવા નામના શખ્સે નિલેશસિંહને મોબાઇલમાં ફોન કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગેની જાણ કરાતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે મહેન્દ્રસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.